UG SEM-06 & PG SEM-04 AND INTEGRATED COURSE SEM-06-08-10 EXAM DATE CIRCULAR - SAURASHTRA UNIVERSITY

0

ક્ર્માંક પરીક્ષા/૦૧/૨૩/૨૦૨૩

તા. ૧૦-૦૨-૨૦૨૩

સંદર્ભ- પરીક્ષા વિભાગ ૦૧ ની તા. ૩૧-૦૧-૨૦૨૩ ની નોધમાં મળેલ આદેશ મુજબ

પરીપત્ર

                સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમાંમ વિધાશાખાના કોલેજોનાં આચાર્યશ્રીઓ, યુનિવર્સિટી સંચાલીત અનુસ્નાતક ભવનનાં અધ્યક્ષશ્રીઓને તેમજ સંલગ્ન કોલેજોમાં ચાલતા અનુસ્નાતક સંસ્થાઓના વડાઓને જણાવવાનુ કે શૈક્ષણીકવર્ષ ૨૦૨૨-૨૩ ના બીજા સત્રની આગામી તા ૦૫--૦૪-૨૦૨૩ થી શરૂ થતી પરીક્ષાની યાદી તારીખ જાહેર કરવામાં આવે છે જેની વિગત નીચેમુજબ છે

(૧)    યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયે આપની સંસ્થા/કોલેજમાં અન્ય પરીક્ષાઓનુ આયોજન કરવુ નહી. આપની સંસ્થા/કોલેજ,યુનિવર્સિટીની પરીક્ષાઓની બેઠક વ્યવસ્થા માટે ખાલી રાખવાની રહેશે.

(૨)     આગામી એપ્રિલ-૨૦૨૩ માં લેવાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ દરમ્યાન સરકારશ્રી તરફ્થી સમાંતરે જાહેર થયેલ covid-19 અંતર્ગતની માર્ગદર્શીકાઓનો ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

ઉપર્યુકત તારીખો સંબંધીત પરીક્ષાર્થીઓના ધ્યાન પર આવે તે રીતે પ્રસિધ્ધ કરવા વિનંતી છે.


        ➤ખાસ નોંધ - પરીક્ષા શરૂ થયાના નિયત સમય પહેલા ૩૦ મિનિટ અગાઉ સીલબંધ પેકેટ/બોક્ષ ખોલવાનુ રહેશે. ત્યારબાદ પ્રશ્નપત્રના સીલબંધ કવર પરીક્ષા ખંડમા વિધાર્થીની હાજરીમાં પરીક્ષા ખંડમા નિયત સમયના ૧૦ મિનિટ અગાઉ પ્રશ્નપત્રનું પેકેટ ખોલવાનુ રહેશે.


(૧) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમાંમ વિધાશાખાના આચાર્યશ્રીઓ તરફ 
(૨) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં ચાલતા અનુસ્નાતક કેન્દ્ર અને માન્ય સંસ્થાના વડાઓ 
(3) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલીત તર્મામ અનુસ્નાતક ભવનના અધ્યક્ષશ્રીઓ 

નકલ રવાના:-
(૧) મા. કુલપતિશ્રી મા, કુલસચિવશ્રી, સૌરષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ 
(૨) વિભાગીય અધિકારીશ્રી, પરીક્ષા વિભાગ-૦૨-૦૩-૦૪-૦૫ તથા પરીક્ષા કોમ્પ્યુટર સ્ટોર્સ
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)