B.ED SEM-02 & B.ED SEM-04 EXAM FORM CIRCULAR-2023

0

નં.ક્રમાંક/પરીક્ષા/૦૧/૪૯/૨૦૨૩
તા૨૭/૦૨/૨૦૨૩
સંદર્ભ:-પરીક્ષા વિભાગ-૧ની તા.૨૧/૦૪/૨૦૨૨ ની નોધ માં મળેલ આદેશ મુજબ
પરિપત્ર

        સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજનાં આચાર્યશ્રી/ભવનોનાં અધ્યક્ષશ્રી/માન્ય અનુસ્નાતક સંસ્થાઓનાં વડાઓને જણાવવામાં આવે છે કે સ્નાતક અનુસ્નાતક કક્ષાએ કોષ્ટક (B) મુજબ પરીક્ષાર્થીઓ માટે આ પરીક્ષાનું આયોજન થયેલ છે તેમજ કોષ્ટક (B) પ્રમાણે શરૂ થનાર વિવિધ પરીક્ષાઓનાં આવેદનપત્રો નિયત પરીક્ષા ફી સાથે ઓનલાઈન ભરવાનાં રહેશે.

[A] વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ સંસ્થાનાં લોગઈન મારફત એનરોલમેન્ટ એન્લીસ્ટમેન્ટ નંબર દાખલ કરી પ્રિ-પ્રિન્ટેડ ફોર્મ ડાઉનલોડ/પ્રિન્ટ કરવાનાં રહેશે.સદર પરિપત્ર મુજબની ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની ક્રાર્યવાહી કોલેજ/સંસ્થા/ભવન દ્વારા પોતાનાં લોગઈન મારફત પુર્ણ કરીને ફી મેમો તેમજ ભરેલાં પરીક્ષા ફોર્મની યાદી E-mail: exam01@sauuni.ac.in પર તરત મોકલી આપવાની રહેશે.

કોલેજ લોગઈનમાં પ્રિ-એકઝામીનેશન મેનુની અંદર પ્રિ-એકઝામીનેશન ફોર્મ રીપોર્ટ નામનાં ઓપ્શનમાંથી પરીક્ષા ફોર્મની પ્રિન્ટ કરી શકશો. જેની વિગત નીચે મુજબ છે.

[College Login => Pre-Examination => Pre-Examination Form Report]

તમામ કોલેજ/ સંસ્થા/ ભવને www.saurashtrauniversity.co.in વેબસાઈટમાં ઓનલાઈન પરિક્ષા ફોર્મ ભરીને તેમાં જ ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે.

[B]પરીક્ષા ફોર્મ તારીખ - ફી


  1. ઉપરોક્ત યાદી પ્રમાણે વિદ્યાર્થીઓનાં પરીક્ષાફોર્મ ઓનલાઈન ભરવાનાં રહેશે. જેની ખાસ નોંધલેવી.
  2. કોલેજ/સંસ્થા દ્વારા ઓનલાઈન આવેદન પત્ર ભરતા સમયે વિદ્યાર્થીનાં વિષય તથા અન્ય (જેમ કે વિદ્યાર્થીના નામ,વિષય, ફોટા, એનરોલમેન્ટ નંબર) તમામ પ્રકારની ચકાસણી કરી લેવી જેથી બાદમાં સુધારા વધારા કરવા માટેની કોઈકાર્યવાહી કરવી પડે નહિ જેની તકેદારી લેવીતેના કારણે કે અન્ય કોઈ બાબતમાં ક્ષતિ જણાશે તો તે અંગે સંબંધીત કોલેજ/સંસ્થા/ભવનજવાબદાર રહેશે. તેમાં યુનિવર્સિટીની કોઈ જવાબદારી રહેશે નહિ.
  3. સંદર્ભ-૧ અનુસાર પરીક્ષા ફોર્મની રેગ્યુલર નિધારિત મુદત પૂર્ણ થયા બાદ કાર્ય દિવસ ચાર સુધી લેઇટ ફી (રેગ્યુલર ફી + રૂ| ૫૦૦/-)માં પરીક્ષા ફોર્મ કોલેજ મારફત ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે.ત્યારબાદ લેઇટ ફીની મુદત પૂર્ણ થયા બાદ પેનલ્ટી ફી (રેગ્યુલર ફી + રૂ| ૫૦૦ +રૂ| ૪,૫૦૦/-) માં પરીક્ષા ફોર્મ કોલેજ મારફત યુનિવર્સીટીમાં આપવાના રહેશે.વધુમાં આ બાબતે યુનિવર્સીટી દ્વારા કોઈ પણ સુધારો કરવામાં આવશે તે કોલેજો ને બંધન કર્તા રહેશે.
  4. ઉપરોકત પરીક્ષાઓ માટે ઓનલાઈન પરીક્ષા ફોર્મ કોલેજ/સંસ્થા પોતાના લોગઈન મારફતે વેબસાઈટ પર ભરવાના રહેશે.આપની સંસ્થામાં આગામી પરીક્ષાઓમાં આપનાર અભ્યાસક્રમ સેમેસ્ટર દીઠ રેગ્યુલર રીપીટર દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વિગતો ઓનલાઈન ભરી,ફી મેમો જનરેટ કરી ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું રહેશે.ઓફ લાઈન પેમેન્ટ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી.યુનિવર્સીટી વેબસાઈટમાં ઓનલાઈન એન્ટ્રી નિયત તારીખ સુધીમાં કરી ફીમેમો અંગેની યાદી તેમજ ઓનલાઈન ભરાયેલ વિદ્યાર્થીની યાદીની પ્રિન્ટ exam01@sauuni.ac.inઈ-મેઈલ મારફત યુનિવર્સીટી કાર્યાલયમાં પરીક્ષા ફોર્મની લેઇટ ફી ની છેલ્લી તારીખ બાદ ત્રણ (૩) દિવસ સુધીમાં મળી જાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.દરેક અભ્યાસક્રમ – સેમેસ્ટર દીઠ ચલણ તથા ફી ની રકમ અલગ અલગ જમા કરાવવાની રહેશે.
  5. જે વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની થિયરી (Theory) પરીક્ષા પાસ કરેલ હોય પરંતુ માત્ર આંતરિક (Internal) પરીક્ષા જ પાસ કરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓએ પણ સંબંધિત સેમેસ્ટરના પરીક્ષા ફોર્મ અચૂક ભરવાના રહેશે તેમજ જે તે સંસ્થા દ્વારા તે રીપીટર વિદ્યાર્થીઓની નિયમાનુસાર આંતરિક પરીક્ષા લઈને યુનિવર્સિટીને નિયત નારીખ સુધીમાં આંતરિક ગુણ ની ઓનલાઈન એન્ટ્રી કરીને મોકલી આપવાના રહેશે. યુનિવર્સિટીની પરીક્ષા શરુ થયા બાદ આવા કોઈપણ ફોર્મ સ્વીકારી શકાશે નહિ જેની નોંધ ખાસ નોંધ લેવી.
  6. આર્ટસ, કોમર્સ વિજ્ઞાન શિક્ષણ,કાયદા,ગ્રામ્ય વગેરે વિદ્યાશાખાના કે વિષયોમાં યુનિવર્સિટી દ્વારા પ્રાયોગિક પરીક્ષાની ફી લેવામાં આવતી હોય તે વિષયો માટે યુનિવર્સિટી દ્વારા નિયત કરેલી ફી લેવાની રહેશે.
  7. વિદ્યાર્થીઓ દ્વારા ભરાયેલા આવેદનપત્રો સંબંધીત કોલેજ/સંસ્થા/ભવન દ્વારા ચાલુ સત્ર તેમજ ત્યારબાદનાં એક સત્ર સુધી સાચવી રાખવાનાં રહેશે.
  8. જે વિધાર્થીઓ ડીગ્રી કક્ષાએ છેલ્લા સેમેસ્ટરની પ્રથમ વાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે ઓનલાઈન ડીગ્રી ફી ભરી, ફી મેમો જનરેટ કરી ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું રહેશે. પરીક્ષાફોર્મની છેલ્લી તારીખ ઉપરાંત ત્રણ (૩) દિવસ સુધીમાં પરીક્ષા ડિગ્રી વિભાગને મળી જાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

પ્રતિ,
૧. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજનાં આચાર્યશ્રીમાન્ય અનુસ્નાતક યુનિ.સ્થિત / ભવનના અધ્યક્ષ/સંસ્થાનાં વડાઓ.
ર. પરીક્ષા વિભાગ૦૨-,૦૩ (પ્રર્શ્વપત્ર) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ

નકલ રવાના: 
માનનીય કુલપતિશ્રી/ ઉપકુલપતિશ્રી /કુલસચિવશ્રીનાં અંગત સચિવશ્રી તરફ



Tags

Post a Comment

0Comments
Post a Comment (0)